Red Hat Enterprise Linux AS (Nahant .6)

આ CD-ROM ના સમાવિષ્ટો Copyright © 1995-2005 Red Hat, Inc. અને અન્યના છે. વહેંચણીની શરતો માટે દરેક સ્રોત પેકેજમાં મુદ્રણાધિકારના અંગત સૂચનોનો સંદર્ભ લો. સાધનોની વહેંચણીની શરતો EULA માં સૂચવ્યા અનુસાર Red Hat, Inc. દ્વારા મુદ્રાધિકારિત થયેલ છે.

Red Hat અને RPM એ Red Hat, Inc. ની મુદ્રાઓ છે


ડિરેક્ટરી સંરચના

Red Hat Enterprise Linux ઘણી CD-ROM માં પૂરી પાડવામાં આવે છે કે જે સ્થાપન CD-ROM અને સ્રોત કોડ CD-ROM નો સમાવેશ કરે છે.

પ્રથમ સ્થાપન CD-ROM મોટા ભાગની સિસ્ટમો પર સ્થાપન માટે સીધી જ બુટ કરી શકાય છે, અને તે નીચેની ડિરેક્ટરી સંરચના ધરાવે છે (જ્યાં /media/cdrom એ CD-ROM નું માઉન્ટ બિંદુ છે):


/media/cdrom
 |----> RedHat
 |    |----> RPMS     -- બાઈનરી પેકેજો
 |    `----> base     -- સ્થાપન પ્રક્રિયા દ્વારા વાપરવામાં આવતી
 |                Red Hat Enterprise Linux ના આ પ્રકાશન વિશેની
 |                જાણકારી
 |----> images        -- boot CD-ROM ઈમેજ
 |----> isolinux       -- CD માંથી બુટ કરવા માટે વપરાતી ફાઈલો
 |----> README        -- આ ફાઈલ
 |----> RELEASE-NOTES     -- Red Hat Enterprise Linux ના આ પ્રકાશન
 |                વિશેની તાજી જાણકારી
 `----> RPM-GPG-KEY      -- Red Hat માંથી પેકેજો માટે GPG સહી 
  

બાકીની સ્થાપન CD-ROM સ્થાપન CD-ROM 1 ના જેવી જ છે, માત્ર RedHat ને અવગણીને બધી હાજર જ હોય છે.

દરેક સ્રોત કોડ CD-ROM ની ડિરેક્ટરી સંરચના નીચેના જેવી જ છે:


/media/cdrom
 |----> SRPMS         -- સ્રોત પેકેજો
 `----> RPM-GPG-KEY      -- Red Hat માંથી પેકેજોની GPG સહી 
  

જો તમે NFS, FTP, અથવા HTTP સ્થાપનો માટે સ્થાપન સંરચના સુયોજિત કરી રહ્યા હોય, તો તમારે RELEASE-NOTES ફાઈલો અને RedHat ડિરેક્ટરીમાંથી બધી ફાઈલો ઓપરેટિંગ સિસ્ટમ CD-ROM પર નકલ કરવી જ જોઈએ. Linux અને UNIX સિસ્ટમો પર, નીચેની પ્રક્રિયા તમારા સર્વર પર લક્ષ્ય ડિરેક્ટરીને યોગ્ય રીતે રૂપરેખાંકિત કરે છે (દરેક CD-ROM માટે પુનરાવર્તન કરો):

 1. CD-ROM દાખલ કરો

 2. mount /media/cdrom

 3. cp -a /media/cdrom/RedHat <target-directory>

 4. cp /media/cdrom/RELEASE-NOTES* <target-directory> (માત્ર સ્થાપન CD 1)

 5. umount /media/cdrom

(જ્યાં <target-directory> સ્થાપન સંરચનાનો સમાવેશ કરવા માટે ડિરેક્ટરીનો પથ રજૂ કરે છે.)

નોંધ

વધારાની CD-ROM, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROM ની નકલ કરો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે.

Red Hat Enterprise Linux નું સ્થાપન થઈ જાય પછી જ આ CD-ROM સ્થાપિત થવી જોઈએ.

સ્થાપન

હવે ઘણા કમ્પ્યૂટરો CD-ROM માંથી આપોઆપ બુટ થઈ શકે છે. જો તમારી પાસે આવું મશીન હોય (અને તે યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય) તો તમે Red Hat Enterprise Linux સ્થાપન CD-ROM 1 સીધી જ બુટ કરી શકો. બુટ કર્યા પછી, Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ શરુ થશે, અને તમે તમારી સિસ્ટમ CD-ROM માંથી સ્થાપિત કરવા માટે સમર્થ હશો.

images/ ડિરેક્ટરી boot.iso ફાઈલ સમાવે છે. આ ફાઈલ ISO ઈમેજ છે કે જે Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ બુટ કરવા માટે વાપરી શકાય છે. નેટવર્ક-આધારિત સ્થાપનો શરુ કરવા માટેનો તે સરળ માર્ગ છે. boot.iso વાપરવા માટે, તમારું કમ્પ્યૂટર તેની CD-ROM ડ્રાઈવમાંથી બુટ થવા માટે સમર્થ હોવું જોઈએ, અને તેના BIOS સુયોજનો આમ કરવા માટે રૂપરેખાંકિત થયેલાં જ હોવા જોઈએ. પછી જ તમારે boot.iso ને રેકોર્ડ કરી શકાય/લખી શકાય તેવી CD-ROM પર લખવી જોઈએ.

images/ ડિરેક્ટરીમાં સમાયેલી બીજી ઈમેજ ફાઈલ diskboot.img છે. આ ફાઈલ USB પેન ડ્રાઈવો (અથવા ડિસ્ક ડ્રાઈવર કરતાં વધારે ક્ષમતા સાથેનાં બુટ કરી શકાય તેવા અન્ય માધ્યમો) સાથે વાપરવા માટે બનાવાયેલ છે. ઈમેજ લખવા માટે dd આદેશ વાપરો.

નોંધ

આ ઈમેજ ફાઈલને USB પેન ડ્રાઈવ સાથે વાપરવાની ક્ષમતા તમારી સિસ્ટમના BIOS ની USB ઉપકરણમાંથી બુટ થવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે.

મદદ મેળવો

જેઓ વેબ વાપરી શકે તેમના માટે, http://www.redhat.com નો સંદર્ભ લો. ખાસ કરીને, અમારા મેઈલીંગ લિસ્ટ સાથે વપરાશ અંહિ શોધી શકાશે:

http://www.redhat.com/mailing-lists

જો તમારી પાસે વેબ વપરાશ નહિં હોય તોપણ તમે મુખ્ય મેઈલીંગ લિસ્ટમ સાથે ઉમેદવારી નોંધાવી શકો છો.

ઉમેદવારી નોંધાવવા માટે, nahant-list-request@redhat.com ને subscribe વિષયવાક્ય સાથે મેઈલ મોકલો. તમે લખાણનો ભાગ ખાલી રાખી શકો છો.

EXPORT CONTROL

As required by U.S. law, user represents and warrants that it: (a) understands that certain of the software are subject to export controls under the U.S. Commerce Departments Export Administration Regulations (EAR); (b) is not located in a prohibited destination country under the EAR or U.S. sanctions regulations (currently Cuba, Iran, Iraq, Libya, North Korea, Sudan and Syria); (c) will not export, re-export, or transfer the software to any prohibited destination, entity, or individual without the necessary export license(s) or authorizations(s) from the U.S. Government; (d) will not use or transfer the software for use in any sensitive nuclear, chemical or biological weapons, or missile technology end-uses unless authorized by the U.S. Government by regulation or specific license; (e) understands and agrees that if it is in the United States and exports or transfers the Software to eligible end users, it will, as required by EAR Section 741.17(e), submit semi-annual reports to the Commerce Departments Bureau of Industry & Security (BIS), which include the name and address (including country) of each transferee; and (f) understands that countries other than the United States may restrict the import, use, or export of encryption products and that it shall be solely responsible for compliance with any such import, use, or export restrictions.